Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નીતિનભાઈ પટેલે ઓછું મતદાન થવાના આ 2 કારણો જણાવ્યા,જાણો

રાજ્યમાં પહેલા (Gujarat Election 2022)તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે થયું છે. પ્રથમ તબક્કામાં સરેરાશ 60 ટકા જેટલું મતદાન થયું અને 788 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં બંધ થઇ ગયું છે. પરંતુ ચારેબાજુ ઓછા મતદાનને લઈને ચર્ચાઓ ચાલીઓ વચ્ચે નીતિનભાઈ પટેલ (Nitinbhai Patel) દ્વારા એક મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. પૂર્વ ડે.સીએમ નીતિનભાઈ પટેલે ઓછા મતદાન વિશે જણાવ્યુંકડી ખાતેથી પૂર્વ ડે.સીએમ નીતિનભાઈ પટેલે પ્રથàª
નીતિનભાઈ પટેલે ઓછું મતદાન થવાના આ 2 કારણો જણાવ્યા જાણો
Advertisement
રાજ્યમાં પહેલા (Gujarat Election 2022)તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે થયું છે. પ્રથમ તબક્કામાં સરેરાશ 60 ટકા જેટલું મતદાન થયું અને 788 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં બંધ થઇ ગયું છે. પરંતુ ચારેબાજુ ઓછા મતદાનને લઈને ચર્ચાઓ ચાલીઓ વચ્ચે નીતિનભાઈ પટેલ (Nitinbhai Patel) દ્વારા એક મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. 

પૂર્વ ડે.સીએમ નીતિનભાઈ પટેલે ઓછા મતદાન વિશે જણાવ્યું
કડી ખાતેથી પૂર્વ ડે.સીએમ નીતિનભાઈ પટેલે પ્રથમ ચરણના પૂર્ણ થયેલ ઓછા મતદાન વિશે જણાવ્યું હતું કે, લગ્નસરાની સિઝનને લીધે મતદાન ઓછું થયું છે. ખેડૂતો માટે પણ શિયાળુ ખેતીની સિઝન છે. ખેડૂતો પણ પોતાના કામમાં હતા જેની અસર પણ કહી શકાય. ગત ચૂંટણી કરતા આ વખતે સરેરાશ 5 ટકા મતદાન ઓછું થયું છે. ઓછું મતદાન તમામ ઉમેદવારને અસર કરતું હોય છે, પરંતુ ઓછા મતદાનથી ભાજપને કોઈ નુકશાન નથી.
મહેસાણા જિલ્લામાં અમે તમામ 7 સીટો જીતીશું:  નીતિનભાઈ પટેલ
નીતિનભાઈ પટેલે વધુમાં જણાવ્યં હતું કે, અમારા ભાજપના કાર્યકર્તાઓએ મતદાન કરવા મતદારોને પ્રોત્સાહિત કર્યા હતા. મતદારોની લાંબી લાઈનો હતી એ ભાજપ સમર્થકોની લાઈન હતી. કોંગ્રેસના સમર્થકોની કોઈ લાઈનો નહોતી. અમે મહેસાણા જિલ્લાની સાતેય સીટો જીતવા પ્રયાસ કરી રહ્યા છીએ. મહેસાણા જિલ્લામાં અમે તમામ 7 સીટો જીતીશું. ગુજરાતમાં પણ અમે ખૂબ સારી જીત મેળવીશું. આ ચૂંટણીમાં અત્યાર સુધીમાં યોજાયેલ તમામ ચૂંટણીઓમાં સૌથી વધુ સીટો અમે જીતીશું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

Ame Gujarati : Hitu Kanodia & Mona Thiba Kanodia ગુજરાતી પાવર કપલની રસપ્રદ વાતો

featured-img
video

National Film Award વિનર્સ Kutch Express ની હસ્તીઓ સાથે Gujarat First નો ખાસ સંવાદ

featured-img
video

Vikram Thakor : રાજનીતિમાં એન્ટ્રીની અટકળો વચ્ચે વિક્રમ ઠાકોરનો મોટો ખુલાસો

featured-img
video

Gujarat First ફરી એકવાર બન્યું પીડિતોનો અવાજ, પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા

featured-img
video

કલાકાર Vikram Thakor નો મોટો ધડાકો, હવે રાજનીતિમાં એન્ટ્રી પાક્કી?

featured-img
video

Earthquake: મ્યાનમાર અને થાઈલેન્ડમાં શક્તિશાળી ભૂકંપથી તબાહી

Trending News

.

×